સવાઈ માતા - ભાગ 36

  • 3.1k
  • 1
  • 2k

મૈથિલી બેય યુવતીઓની ઈચ્છા સાંભળી થોડી ખચકાઈ કારણ કે તે જાણતી હતી કે આૅફિસનો સમય પૂર્ણ થવામાં પંદર જ મિનિટ બાકી છે અને રમીલાને અહીંથી તરત જ નીકળી કૉલેજ પહોંચવાનું હોય છે. તેણે યુવતીઓને વિનંતી કરી, "મેડમને તરત જ અહીંથી નીકળવું પડશે. આપને વાંધો ન હોય તો આપનાં સોમવારે મુલાકાત ગોઠવી દઉં?" તેમાથી એક બોલી, "મેડમ, આજે તો પાર્લર બંધ રાખ્યું છે. સોમવારે પાછી રજા કેવી રીતે રખાય? એક તો આટલી હરિફાઈ હોય તેમાં પાર્લર બંધ રાખીએ તો કેમ ચાલે? જુઓ ને, કાંઈ થતું હોય તો? આમ પણ અમે તેમને ઓળખીએ છીએ." મૈથિલીને તેમનું કારણ યોગ્ય લાગ્યું. સાથે-સાથે રમીલા પણ