રમીલાએ ઘરે આવીને આઈસ્ક્રીમનાં કપ સમુને પકડાવ્યાં થોડાં દિવસથી ફ્રિજ વાપરતી થયેલ ચતુર સમુએ ફ્રીજરનું બારણું ખોલી તેમાં બધાં કપ મૂકી દીધાં. ગઈકાલની જેમ જ જમતાં જમતાં બેય ભાઈ - બહેનની શાળાની તેમજ આજથી શરૂ થયેલ નવા ટ્યૂશનની વાતો સાંભળી. પછી, ચારેય જણે શાંતિથી બેસીને આઇસ્ક્રીમ ખાધો. બેય બાળકો સૂવા ગયાં પછી લીલાએ વાત શરુ કરી, "રમુ, માર તો ઘેર જવું પડહે. માર મા નો ફોન આવેલો. મા ન બાપુ તંઈ રે'વા આવ્વાનાં સ. ન ઈ કે'તાંતાં ક રામજીન મા-બાપ હો આવ્વાનાં સ. એટલે... ' રમીલા મૃદુ હાસ્ય કરતાં બોલી, "તો બેન, શુક્રવારની બપોરે જ નીકળી જા. અવાય તો રવિવારે