માંન્યાની મઝિલ ચેપ્ટર - 9

  • 2.5k
  • 1
  • 1.5k

પિયોનીને આજે સુકુનભરી ઊંઘ આવી ગઈ કારણ કે, આજે મને ભરીને તેણે અંશુમન સાથે વાતો કરી હતી. પિયોનીએ અંશુમનને મોસ્ટ ચાર્મિંગ મેનનું ટાઈટલ પણ આપી દીધું હતું તો સામે અંશુમને પણ માન્યા ઉર્ફ પિયોનીને હોટેસ્ટ ગર્લ કહીને તેનું દિલ જીતી લીધું હતું. ટૂંકમાં બંને વચ્ચે મજાક મસ્તીની સાથે એકબીજા સાથે ફ્લર્ટ કરવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. બંને યુવાન હતા. પિયોની 12મા ધોરણની પરીક્ષા પાસ કરીને કોલેજના ઉંબરે પગ મૂકવાની હતી જ્યારે અંશુમન ઓલરેડી એક સાયન્સ કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો. તે હેન્ડસમ હતો. ડેશિંગ હતો. કોલેજમાં ભણતા અંશુમનની પર્સનાલિટી જ કંઈક એવી હતી કે છોકરીઓ તેને જોઈને અંજાઈ જતી.