પ્રારંભ - 60

(71)
  • 4.7k
  • 3
  • 3.1k

પ્રારંભ પ્રકરણ 60કેતન અને જાનકી આજે દર્શન કરવા માટે નીકળ્યાં હતાં. સાથે સિદ્ધાર્થ અને રેવતી પણ હતાં. સિદ્ધિવિનાયકનાં દર્શન કરીને કેતન લોકો બાબુલનાથ આવ્યા હતા અને ત્યાં એમણે ત્યાંના પૂજારી વ્યાસજી દ્વારા લઘુરુદ્ર કરાવ્યો હતો. રુદ્રાભિષેક પછી વ્યાસજીએ કેતન લોકોને પોતાના ઘરે પ્રસાદ લેવાનો આગ્રહ રાખ્યો હતો. જમીને ઉભા થયા પછી વ્યાસજીએ કેતન લોકોને બે કલાક આરામ કરવાનું કહ્યું."સિદ્ધાર્થભાઈ બાજુમાં રૂમ ખાલી છે. થોડો આરામ કરી લો. બે પલંગ તો છે જ. બે ગાદલાં નીચે પથરાવી દઈએ. " વ્યાસજી બોલ્યા. " અરે પણ અંકલ આટલી બધી તકલીફ શું કામ લો છો ? અમારે મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા જવું છે તો