શાહુકારે આપેલી તારીખ નજદીક આવવા લાગી.મનસુખ અસમંજસ મા હતો કે હવે શુ કરવુ?ક્યા જવુ.? આજથી પંદર વર્ષ પહેલા કેટલા હોશ અને ઉમંગ થી એણે આ બંગલો બનાવ્યો હતો.અને હવે આ બંગલો કોઈ પારકાને સોંપવો પડશે.આ વિચારે મનસુખનું હૈયુ ભરાઈ આવ્યુ. એની આંખો માથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા.પણ પછી એણે પોતાના હ્રદયને મજબુત કર્યું અને એક મનોમન નિર્ણય લીધો. આજે પચ્ચીસમી જુલાઈ હતી.એણે ઊર્મિલાને પોતાની સામે બેસાડીને ભાંગેલા સ્વરે કહ્યુ. "ઉર્મિ.હુ સમજણો થયો ત્યારથી સુખ અને સાહ્યબીમા સન્માન ભેર જીવ્યો છુ.ક્યારેય કોઈની મોહતાજી કે લાચારી જીવનમા નથી કરવી પડી.અને હવે જીવનની સમી સાંજે હું કોઈનો ઓશિયાળો બનીને રહેવા પણ નથી