ઋણાનુબંધ - 9

(20)
  • 3.6k
  • 2.4k

નવો સૂર્યોદય નવી તાજગી અને હકારાત્મક વિચાર સાથે દરેક માટે એક સાહસનું કિરણ લઈને આવ્યો હતો. પણ અજય માટે હજુ એ જ મનમાં ઉદભવતા પ્રશ્નો, અધૂરા સપના, એકલતાની સોડ, અને ખાસ પોતે પિતા તરીકેની ન બજાવેલ ફરજનો પારાવાર અફસોસ... પ્રીતિ...! હા... બસ એજ એક રસ્તો હતો જે દરેક પ્રશ્નનો જવાબ હતો. હવે પ્રીતિનો જવાબ કંઈ પણ હોય પણ એની તથા સ્તુતિની સાથે વાત કર્યા સિવાય કોઈ જ વિકલ્પ અજય પાસે નહોતો. અજય આજે ખરેખર જાગ્યો. ઉઠતાંની સાથે જ એણે સ્તુતિને મળીને એની ઈચ્છા જાણવાનો નિર્ણય મક્કમ કરી લીધો હતો. એક આશાનું કિરણ એના મનમાં ઝબક્યું હતું. અજયે હસમુખભાઈ એટલે કે,