શ્યામ બાઈકના ટેકે ઉભો થયો અને ચાર્મિની પાછળ બેઠો. એના હાથ પગમાં પારાવાર વેદના થતી હતી. એની આંખો સામે અંધારામાં પણ અંધારા આવતા હતા. એનામાં બેસવાની પણ શક્તિ નહોતી. એણે એનું માથું ચાર્મિના ખભા પર મુક્યું. એનો ડાબો હાથ એને અસહ્ય વેદના આપતો હતો. એણે જમણા હાથથી બાઈકના છેડે કેરિયર મળી જાય તો પકડવાની કોશીસ કરી. ચાર્મિએ બાઈકને 20 કિમી/કલાકની સ્પીડ આપી હશે. કાચા મેટલ રોડ પર એનાથી વધુ સ્પિડ આપી શકાય એમ નહોતી. શ્યામ પકડી શકે એવી કોઈ વસ્તુ એના હાથમાં આવી નહિ. એના માટે સમતોલન જાળવવું મુશ્કેલ હતું.