પ્રણય પરિણય - ભાગ 46

(31)
  • 5.1k
  • 3k

પ્રણય પરિણય ભાગ ૪૬'નાઈન્ટી કિસિસ.. વન કિસ ફોર ઈચ મિનિટ..''નાઈન્ટી..' ગઝલ ધીમેથી બબડી. 'રાઈટ..' વિવાન બોલ્યો. ભયથી ગઝલના ગળે શોષ પડ્યો. તેણે ફરીથી ગળા નીચે થૂંક ઉતાર્યું.'હાં, યાદ આવ્યું! મારે સાડીઓ લેવી હતી..' ગઝલ ફટ કરતી બોલી. ખરેખર તો તેને કશું લેવુ જ નહોતું, વિવાનને પરેશાન કરવાના ચક્કરમાં પોતે ફસાઈ ગઈ હતી.'ઓકે.. ચલ લઈ લે.' વિવાન મનમાં હસતો સામેની સાડી શોપમાં ઘૂસ્યો. ગઝલ પણ મનમાં વિવાનને ભાંડતી તેની પાછળ ચાલી.'વેલકમ સર..' સેલ્સમેને સ્વાગત કર્યું.'અમારા રાણી સાહેબને સાડીઓ લેવી છે. એમને સારામાં સારી સાડીઓ બતાવો.' વિવાને સેલ્સમેનને સૂચના આપી.'શ્યોર સર.. તમે એ દિવસે મેડમને જે સાડી અપાવી હતી એ જ પેટર્નમાં