ગ્રામ સ્વરાજ - 27

  • 1.8k
  • 826

૨૭ ગ્રામસેવક આદર્શ ગ્રામસેવક આજ મારે તમને તમારા ભાવિ કાર્ય અને જીવનના આદર્શ વિષે કહેવું છે. જે અર્થમાં આજે ‘કૅરિયર બનાવવા તમે અહીં નથી આવ્યા. આજ તો માણસની કિંમત પૈસાથી થાય છે અને એનું ભણતર બજારમાં વેચાણની ચીજ બન્યું છે. એ ગજ જો તમે મનમાં લઇને અહીં આવ્યાહો, તો તો તમારે માટે નિરાશા જ લખાયેલી છે જાણજો. અહીંથી ભણીને નીકળો ત્યારે તમારે માટે રૂ. ૧૦થી પ્રાંરભ થશે ને તે જ આખર સુધી હશે. મોટી પેઢીના મૅનેજર કે મોટા અમલદારના પગાર જોડે તમે એને ના સરખાવતા.’ આપણે તો ચાલુ ધોરણો જ બદલવાનાં છે. અમે તમને એ ધોરણની કોઇ કૅરિયરનું વચન નથી