૨૬ ગ્રામસંરક્ષણ શાંતિસેના કેટલાક વખત પહેલાં મેં એક એવી શાંતિસેના સ્થાપવાની સુચના કરી હતી કે જેના સૈનિકો રમખાણો-ખાસ કરીને કોમી રમખાણો-ને શાંત કરવામાં પોતાના જાનને જોખમમાં નાખે. એમાં કલ્પના એ હતી કે આ સેનાએ પોલીસનું અને લશ્કરનું પણ સ્થાન લેવું જોઇએ. આ બહુ મોટી ફાળ ભરવા જેવી વાત લાગે છે. એ કલ્પનાની સિદ્ધિ કદાચ અશક્ય નીવડે. છતાં જો મહાસભાને તેની અહિંસક લડતમાં ફતેહ મેળવવી હોય તો તેણે એવી સ્થિતિને શાંતિમય ઉપાયોથી પહોંચી વળવાની શક્તિ કેળવવી જોઇએ. એટલે આપણે જોઇએ કે મેં કલ્પેલી શાંતિસેનાના સૈનિકમાં કેવા કેવા ગુણો હોવા જોઇએ. (૧) એ પુરુષ કે સ્ત્રી સૈનિકમાં અહિંસાને વિષે જીવતીજાગતી શ્રદ્ધા હોવી