ગ્રામ સ્વરાજ - 17

  • 1.4k
  • 672

૧૭ ખેતી અને પશુપાલન - ૪ ખાતર કૉંમ્પોસ્ટ ખાતર સાર્વજનિક પ્રચારાર્થે શ્રી મીરાંબહેનની પ્રેરણાથી ને ઉત્સાહથી દિલ્હીમાં આ માસમાં (ડિસેમ્બર ’૪૭) એક સભા બોલાવવામાં આવી હતી. તેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રમુખ હતા. સરદાર દાતારસિંહ, ડૉં આચાર્ય વગેરે આ કામના વિશારદ એકઠા થયા હતા. તેઓએ ત્રણ દિવસના વિચારવિનિમય પછી કેટલાક અગત્યના ઠરાવ પસાર કર્યો છે. તેમાં શહેરોમાં ને સાત લાખ ગામડાંમાં શું કરવું તે બતાવ્યું છે. શહેરોમાં અને ગામડાંઓમાં થતા મનુષ્યના ને અન્ય પ્રાણીઓના મળનું, શહેર કે ગામડાંના કચરા, ચીંથરાં, કૂચા, કારખાનાંઓમાંથી નીકળતા મેલનું મિશ્રણ કરવાની કરવામાં આવી છે. આ ખાતે એક નાનકડી પેટા સમિતિ બનાવવામાં આવી છે. જો આ ઠરાવ માત્ર