૧૬ ખેતી અને પશુપાલન - ૩ સહકાર એક મોટો પ્રશ્ન એ ઊઠયો કે ... ગોપાલન વૈયક્તિક હોય કે સામુદાયિક ? મેં અભિપ્રાય આપ્યો કે સામુદાયિક થયા વિના ગાય અને, તેથી, ભેંસ પણ - બચી શકશે જ નહીં. દરેક ખેડૂત પોતાના ઘરમાં ગાયબળદ રાખી તેનું પાલન સારી રીતે અને શાસ્ત્રીય પદ્ધતિએ કરી શકે નહીં. ઘણાં કારણોમાં વ્યક્તિગત પાલન પણ ગોવંશની ક્ષતિ થવામાં એક કારણ છે. એ ભાર વ્યક્તિગત ખેડૂતની શક્તિ ઉપરાંતનો છે. હું તો ત્યાં સુધી કહું છું કે દરેક કાર્યમાં આજે જગત સામુદાયિક શક્તિસંગઠન તરફ જઇ રહ્યું છે. એ સંગઠનનું નામ સહકાર. ઘણી ચીજો આજે સહકારથી થાય છે. આપણા દેશમાંં