ગ્રામ સ્વરાજ - 12

  • 1.4k
  • 646

૧૨ પંચાયતરાજ આઝાદી પહેલાંની પંચાયતો પંચાયત એ આપણે એક પ્રાચીન શબ્દ છે; એની સાથે અનેક મધુર સ્મૃતિઓ સંકળાયેલી છે. એનો શબ્દાર્થ છે : ગામડાંના લોકો દ્ધારા ચૂંટાયેલી પાંચ વ્યક્તિઓની સભા. આવા પંચ કે પંચાયતો દ્ધારા હિંદુસ્તાનનાં અસંખ્યા ગ્રામ-પ્રજાસત્તાકોનો કારભાર ચાલતો હતો, પરંતુ બ્રિટિશ સરકારે, મહેસૂલ વસૂલ કરવાની એની કઠોર પદ્ધતિથી આ પ્રાચીન ગ્રામ-પ્રજાસત્તાકોનો લગભગ નાશ કરી નાખ્યો; મહેસૂલ વસૂલાતની એ પદ્ધતિનો આઘાત ગ્રામ-પ્રજાસત્તાકોથી સહી શકાયો નહીં. હવ મહાસભાવાદીઓ ગામડાના આગેવાનોને દીવાની અને ફોજદારી અધિકાર આપીને, પંચાયત પદ્ધતિને સજીવન કરવાનો અધકચરો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્ન સૌથી પહેલાં તો સને ૧૯૨૧માં કરવામાં આવેલો પરંતુ તે અસફળ નીવડ્યો હતો. ફરી એ