૯ વાલીપણાનો સિદ્ધાંત ધારો કે વારસામાં, અથવા તો વેપાર ઉદ્યોગ વાટે મને ઠીક ઠીક ધન મળ્યું છે. મારે જાણવું જોઇએ કે એ બધા ધનનો હું માલિક નથી, મારો અધિકાર તો આજીવિકા મળી રહે એટલું લેવાનો જ છે, અને એ આજીવિકા પણ બીજાં કરોડો માણસને મળી રહી છે એના કરતાં વધારે ન હોવી જોઇએ. મારી બાકીની સંપત્તિ પર માલિકી સમાજની છે, ને તેનો ઉપયોગ સમાજના કલ્યાણને સારુ થવો જોઇએ. જમીનદારો અને રાજાઓ જે સંપત્તિનો કબજો ભોગવે છે એને વિષે સમાજવાદી સિદ્ધાંત દેશની આગળ મૂકવામાં આવ્યો ત્યારે મેં આ ટ્રસ્ટીપણાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. સમાજવાદીઓને તો આ ખાસ હકો ને સુખસગવડો ભોગવનારા વર્ગો