ગ્રામ સ્વરાજ - 7

  • 1.7k
  • 718

૭ જાતમહેનત કુદરત ઇચ્છે છે કે આપણે પસીનો પાડીને રોટી કમાઇએ, તેથી એક મિનિટ પણ આળસમાં ગુમાવનાર માણસ તેટલા પ્રમાણમાં પોતાના પડોશી ઉપર બોજારૂપ થાય છે, અને તેમ કરવું એ અહિંસાના પહેલાં જ પાઠના ભંગ સમાન છે... જો અહિંસામાં પોતાના પડોશીનો વિચાર કરવાપણું ન હોય તો અહિંસાનો કસો અર્થ નથી, અને આળસું માણસમાં એ મૂળ વિચારનો અભાવ હોય છે.૧ રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઇએ. શરીર વાંકું વાળવું જોઇએ એ ઇશ્વરી નિયમ છે, એ મુળ શોધ ટૉલ્સટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય