ગ્રામ સ્વરાજ - 6

  • 1.7k
  • 800

૬ ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો ૧.માનવનું સૌથી અધિક મહત્ત્વ - પૂરી રોજગારી આપણે જે કાંઇ કરીએ તેમાં પ્રધાન વિચાર માનવહિતનો હોવો જોઇએ.૧ ધ્યેય તો માણસોનું સુખ અને સાથે સાથે તેમનો સંપૂર્ણ માનસિક ને નૈતિક વિકાસ સાધવાનું છે. ‘નૈતિક’ શબ્દ હું ‘આધ્યાત્મિક’ ના પર્યાયરૂપે વાપરું છું, આ ધ્યેય તો જ સધાય જો આ યોજનાની વ્યવસ્થા ગામડાં માંકામ કરાનારાઓના હાથમાં રહે. એક હાથમાં કે ઘણા થોડા હાથમાં અધિકાર કે વ્યવસ્થાનાં સૂત્રો રહે એ વસ્તુનો સમાજની અહિંસક રચના સાથે મેળ ખાય એમ નથી.૨ આ દેશની અને આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઇએ કે જેથી એક પણ પ્રાણી અન્નવસ્ત્રના અભાવથી પીડાય નહીં, એટલે