ગ્રામ સ્વરાજ - 4

  • 1.7k
  • 858

૪ શહેરો અને ગામડાંઓ દુનિયામાં બે વિચારધારા મોજૂદ છે. એક વિચારધારા જગતને શહેરોમાં વહેંચવા ઇચ્છે છે, બીજી ગામડાંમાં વહેંચવા ઇચ્છે છે. ગ્રામ સંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ તદ્દન ભિન્ન વસ્તુઓ છે. એક યંત્ર અને ઉદ્યોગીકરણ પર આધાર રાખે છે, બીજી હાથઉદ્યોગો પર. આપણે બીજી પસંદ કરી છે. આમ તો ઉદ્યોગીકરણ અને મોટા પાયાનું ઉત્પાદન એ હજુ તાજેતરની પેદાશ છે. આપણા સુખમાં તેણે કેટલો વધારો કર્યો છે એ આપણે જાણતા નથી. પણ આપણે એટલું જાણીએ છીએ કે એની પાછળ છેલ્લાં બે વિશ્વયુદ્ધો આવ્યાં. બીજું વિશ્વયુદ્ધ તો હજુ પૂરું નથી થયું, અને પૂરું થાય તોપણ આપણે ત્રીજા વિશ્વયુદ્ધની વાત સાંભળવા લાગ્યા છીએ. આપણો દેશ