૨ આદર્શ સમાજનું ચિત્ર (નવી દિલ્હીમાં, ભંગી કૉલોનીમાં સાંજની પ્રાર્થનામાં એક દિવસે ગાવામાં આવેલા ભજનમાં ગાંધીજીએ તેમના આઝાદ હિંદનું ચિત્ર તેના મહત્ત્વના અંશોમાં મૂર્ત થતું ભાળ્યું. એ ચિત્ર તેમના ચિત્તમાં ચોેંટી ગયું. તેમણે તેનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો અને તે લૉર્ડ પૅથિક લૉરેન્સને મોકલી આપ્યો. એ ભજન આ પ્રમાણે છે) (હિન્દ) (જે ઉદ્ભવ્યું એ, તેમના સ્વપ્નના હિંદનું ચિત્ર હતું.) એ જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન સમાજનું, જેમાં ઊર્ઘ્વગામી (વર્ટિકલ) વિભાગો બિલકુલ ન હોય, પણ સમાન્તર (હોરિઝોન્ટલ) વિભાગો હોય તથા જેમાં કોઇ ઊચુંં કે કોઇ નીચું ન હોય, એવા સમાજનું ચિત્ર હતું. એમાં બધી સેવાઓનો દરજ્જો સમાન હશે. તથા તેને માટે એકસરખું વેતન મળતું