ગ્રામ સ્વરાજ - 1

  • 4k
  • 2.2k

ગાંધીજી સંકલન હરિપ્રસાદ વ્યાસ પ્રકાશકનું નિવેદન દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં પંચાયતી રાજનો આરંભ થયો છે; ત્યારે ગ્રામપંચાયતો વિષે મહાત્મા ગાંધીએ અવારનવાર જે લેખો લખ્યા છે તેનો સંગ્રહ તૈયાર કરવામાં આવે તો તે ઉપયોગી થાય એ ખ્યાલથી ‘ગ્રામ સ્વરાજ’ ની અંગ્રેજી આવૃત્તિ ગયા ડિસેમ્બર માસમાં નવજીવન ટ્રસ્ટે પ્રગટ કરી હતી. આ તેની ગુજરાતી આવૃત્તિ છે. તેની હિંદી આવૃત્તિ આ પછી બહાર પડશે. સામાન્ય જનતા અને ગ્રામપંચાયતોને આ પુસ્તક ઉપયોગી થશે એવી આશા છે. ર૩-૩-’૬૩ અભ્યાસી પ્રત્યે મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમજ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં