ધ સ્કોર્પિયન - પ્રકરણ-113(છેલ્લું)

(115)
  • 3.6k
  • 2
  • 2.1k

નવલો દોડતો આવીને બોલ્યો આ.... એનાં હાથમાં વાંસનો બનાવેલો કળાત્મક છાબડો હતો એમાં રંગબેરંગી ફૂમતાં હતાં. રાવલાએ એનાં હાથમાંથી લઇ એ રાય બહાદુરનાં હાથમાં આપતાં કહ્યું "સર આ અમારાં જંગલની ભેટ એક નાનકડી પ્રસાદી શેષનારાયણની...” રાયબહાદુરજીએ આશ્ચર્યથી પૂછ્યું “આમાં શું છે ?” રાવલાએ કહ્યું “સર અમારાં જંગલની જડીબુટ્ટીઓ છે ખૂબ શુધ્ધ છે આપનાં માટે છે” એમ કહીએ એમનાં પગ પાસે મૂકીને ખોલ્યું એમાં અલગ અલગ વનસ્પતિ જડીબુટ્ટીઓ હતી એમાં ઓળખ અને ઉપયોગ લખેલો પછી બોલ્યો “સર આ શરીર અને હવનયજ્ઞ બંન્નેમાં વપરાય છે એકદમ શુધ્ધ અને અમૂલ્ય છે.” રાયજીએ ખુશ થતાં કહ્યું "આભાર.. પણ અમે તને બોલાવીએ રુદ્રજીને ત્યાં આવી