ભૂતનો ભય - 6

(12)
  • 3.5k
  • 2
  • 2.1k

ભૂતનો ભય ૬- રાકેશ ઠક્કરજીવની સદગતિ ગાઢ જંગલની અંદર આવેલા તગાડલી ગામમાં છૂટાછવાયા ઘરો આવેલા છે. એમાં મુખ્ય રોડની બાજુમાં આવેલા શાકરીના ઘરમાં અડધી રાતે રડારોડ ચાલુ થઈ ગઈ હતી.બાસઠ વર્ષના તિલોબાને અચાનક હ્રદય રોગનો હુમલો આવ્યો હતો અને શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા. એમનો પુત્ર બાવકુ બીજા ગામમાંથી વૈદ્યને બોલાવી લાવ્યો હતો. એમણે આવતાની સાથે જ નાડી તપાસી તિલોબા સ્વર્ગવાસી થઈ ગયાની જાહેરાત કરી દીધી હતી. તિલોબાની પત્ની શાકરી છાતી કૂટીકૂટીને રડી રહી હતી. તિલોબાની આ મરવાની ઉંમર ન હતી. પણ આયુષ્ય આટલું જ લખાયું હશે એનો અફસોસ શાકરી કરી રહી હતી. તિલોબા વિશે જાણ થતા આસપાસમાંથી લોકો