આજથી લગભગ દોઢસો થી બસ્સો વર્ષ પહેલાની વાત છે. રાણીની હવેલી ત્યારે ધનરાજ નામના માલેતુજારે ખરીદી હતી. ધનરાજ પાસે ખૂબ પૈસા હતા. ધનરાજને ભૌતિક જગત અને એશોઆરામ પ્રત્યે બહુ લગાવ હતો. તેણે કોઇ રાજવી પાસેથી ખંડેર હાલતમાં આ હવેલી ખરીદી હતી. સામાન્ય રીતે ધનરાજને આવી પુરાણી મિલકત ખરીદવામાં કોઇ રસ ન લેતો પણ આ હવેલીની જગ્યા એટલી સુંદર હતી કે હવેલી તેના મનમાં વસી ગઈ હતી. હવેલી ખરીદ્યા બાદ પાણીની જેમ પૈસા વહાવી હવેલીને નવુ રૂપ આપ્યુ હતુ. ઈન્ટેરિયર ડિઝાઈન માટે દૂર દૂર થી આર્કિટેક્ટ બોલાવી મોંઘાદાટ ફેરફાર કરાવ્યા હતા. આ ખંડેર હવેલી ખરીદવાનું બીજુ કારણ ધનરાજની છોકરી હતી -