સવાઈ માતા - ભાગ 30

(11)
  • 3.5k
  • 2.3k

રમીલાને બંને તરફ ધરાઈને જોઈ લેવા દીધાં પછી લિફ્ટની બહાર ઉભેલ મદદનીશે કહ્યું, "મેડમ, આપનો નિમણૂક પત્ર બતાવશો?" મંત્રમુગ્ધ રમીલાએ તેનાં હાથમાં રહેલ પત્ર યંત્રવત્ તેની સામે ધર્યો. પત્ર જોઈ તે મદદનીશ બોલી, "ચાલો, મેડમ, આપને આપનો રૂમ બતાવું." તેણે લિફ્ટની ડાબી તરફ ચાલવાનું શરૂ કર્યું. આશરે સોએક ફૂટ ચાલ્યાં પછી તે એક બારણામાંથી ઓરડામાં પ્રવેશી. તે પ્રવેશદ્વાર ઉપર તકતીમાં લખેલ હતું, 'માર્કેટિંગ મેનેજર'. રમીલાને હાલ સુધી તેની પોસ્ટ વિશે સ્પષ્ટ ખ્યાલ ન હતો પણ આ તકતી વાંચતાં જ તેને લાગ્યું, 'અરે, મેં કેમ ખ્યાલ ન આવ્યો? મારો તો પ્રોજેક્ટ જ માર્કેટિંગ યુટિલીટી ઉપર હતો એટલે મને તો માર્કેટિંગ વિભાગમાં