સવાઈ માતા - ભાગ 29

  • 2.8k
  • 2k

આજે સૂર્યનારાયણનાં શહેરી વાતાવરણમાં દર્શન થતાં સુધીમાં તો સમુ અને મનુ બેય ઉમંગભેર તૈયાર થઈ ગયાં. લીલા અને રમીલાની મદદથી તેમનાં પુસ્તકો, પાણીની બોટલ અને ગરમ તાજો નાસ્તો ભરી લંચબોક્સ તૈયાર થઈ ગયાં. સામાન્ય રીતે વહેલાં જ ઉઠવા ટેવાયેલાં માતા-પિતાનો પોતાનાં બાળકોને આટલી સુઘડતાથી તૈયાર થયેલ જોઈ આનંદ માતો ન હતો. સમુ અને મનુ રમીલાની સૂચના અનુસાર માતા-પિતાનાં ચરણસ્પર્શ કર્યાં. બેયનાં મોંમાંથી "બૌ ભણજો." આપોઆપ સ્ફૂટ થયું. ભાઈ - બહેનને નીચે સુધી મૂકવા રમીલા અને લીલા બેય આવ્યાં. સમીરભાઈએ ગઈ કાલે શાળામાં નોંધાવ્યા પ્રમાણે શાળાથી વિવિધ અંતર અને વિસ્તાર માટે નક્કી થયેલ વાન પોણા સાત વાગ્યે આવી ગઈ અને બેય