સવાઈ માતા - ભાગ 28

(12)
  • 3.1k
  • 2.1k

બીજાં દિવસનું પરોઢ બેય તરફ થોડું અલગ હતું. આ તરફ મેઘનાબહેન માંડ પોતાનાં મનને શાંત કરી છેક ત્રણ વાગ્યે સૂતાં ત્યાં તો થોડાં જ કલાકોમાં આકાશમાં સૂર્યનારાયણનું આગમન થઈ ગયું. છેલ્લે નિખિલ ધોરણ દસમાં આવ્યો પછી ક્યારેય મેઘનાબહેન સાડા પાંચ વાગ્યાથી વધુ સૂઈ રહ્યાં નહોતાં. આજે તેમની આંખો ખૂલી ત્યારે સવા સાત થઈ ગયાં હતાં. તેઓ વિચારી રહ્યાં, 'હું આટલું મોડે સુધી કેવી રીતે સૂઈ રહી? અને રમીલા, તેણે બધું જ કામ જાતે કરી લીધું હશે? નિખિલ પણ તેમની રાહ જોતો બેઠો હશે. અને, પતિને પણ જવાનું મોડું ન થઈ જાય!... ' ત્યાં જ ઓરડાનું બારણું હડસેલાયું. આગળ સમીરભાઈ અને