હવેલી..... માઁ

  • 2.5k
  • 948

શિલ્પી :હેલ્લો.....સરસ્વતીબેન :હેલ્લોશિલ્પી :હેલ્લો.. હં... મમ્મી... કેમ છે?તારી તબિયત??સરસ્વતી બેન :હા બોલ.. બેટા.. મજામાં હોં.. તું કેમ છે??તારા સાસુ સસરા, બંને ભાણીબેન, ધવલકુમાર બધા મજામાં ને!!!!શિલ્પી :હા હો બધા મજામાં. બોલ તું શુ કરે છે અત્યારે??સરસ્વતીબેન :કઈ નહી બેટા, જોને આ વરિયાળી લેવા જાઉં છું, આજે જ વરિયાળી થઇ રહી છે,તો જશોદા ચોકડીથી પેલા મસાલાવાળાને ત્યાંથી વરિયાળી લઇ આવું. તને તો ખબર જ છે ને કે આ તારા પપ્પાને રોજ મુખવાસમાં વરિયાળી જોઈએ!!!અત્યારે મારે કઈ કામ હતું નહી, તારા ભાઈભાભીને પણ હમણાં કામ હોય છે એટલે રાતના 10 વાગી જાય છે, તો મને થયું કે, લાવ તારા પપ્પા માટે વરિયાળી