ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 13

  • 2.5k
  • 1
  • 1.3k

સુમિત્રાના મનમાં રહેલો ડર ધીમે-ધીમે વધી રહ્યો હતો. હોલમાં ઉભાં રહીને આંશીના રૂમ તરફ જેવી નજર કરી ત્યાં આંશી અરીસા આગળ ઉભી રહીને પોતાનાં હાથમાં રહેલાં ડ્રેસને બતાવીને વાતો કરી રહીં હતી. સુમિત્રાના મનમાં આંશીની માનસિક સ્થિતિ વિશે સતત ચિંતા વધી રહીં હતી. " હું કેવી લાગું છું ? " આછા પીળા રંગનો ડ્રેસ પહેરીને એકદમ સિમ્પલ તૈયાર થયેલી આંશીએ પોતાનો દુપટ્ટો સરખો કરતાં અધિકને સવાલ કર્યો. " જાણે આકાશમાંથી ઉતરી આવેલી કોઈ જાદુઈ પરી. " આંશી તરફ એકીટશે નજર કરતાં અધિકે એની વાતનો જવાબ આપ્યો. " દર વખતે એક જ બોરિંગ કોમ્પલીમેન્ટ આપવાનું ? " અધિકનો જવાબ સાંભળીને આંશીએ