બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૨)

  • 2.8k
  • 1.2k

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૨) (ભાગ-૧૨) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.રાખી અને અસિતા પ્રભાના ઘરે આવે છે પછી રેખા અને ઈશિતા ઘરમાંથી વિદાય લે છે. હવે આગળ.. ......દરવાજે બેલ વાગ્યો. પ્રભા દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતા જોયું તો આશ્ચર્ય થયું. જોયું તો સામે એનો કોલેજનો મિત્ર અમીત ઉભો હતો. પ્રભા:-"ઓહ્..... સરપ્રાઈઝ? હું માની શકતી જ નથી! તું તું અમીત જ છે ને!" પ્રભાની ખુશી મુખ પર દેખાતી હતી. પ્રભાવ:-" મહેમાનને ઘરમાં તો બોલાવ." રાખી હસી. બોલી:-" છે ને સરપ્રાઈઝ! આ અમીત જ છે.અસિતાના ફાધર અને મારા મિસ્ટર." પ્રભા:-"ઓહ્..નો.. માનવામાં આવતું જ નથી! અમીત