અવંતિકા "વસુધા-વસુમાં એક એક પ્રકરણ રસપૂર્વક વાંચી રહી હતી... એ મોક્ષને કહી રહી હતી કે “માણસની માણસાઇની ઊંચાઇ કેટલી ? વસુમાંની માણસાઇ તો હિમાલયથી ઊંચી સાબિત થઇ....” મોક્ષે કહ્યું “ આમ સમજણ પડે એમ કહે ફોડ પાડીને બોલ. શું થયું ? અવંતિકાએ કહ્યું “આગળનાં પ્રકરણમાં મેં વાંચ્યુ કે સરલા એનાં સાસરે હતી અહીં ગુણવંતભાઇ અને ભાનુબેન એટલે કે એમની સાસુ એકલાંજ હતાં. વસુધાએ ત્યાં પગ નહોતો મૂક્યો. “ “વસુધા ડેરીથી વાગડ પાછી ફરી રહી હતી ત્યાં ગામમાંથી ખબર પડી કે ભાનુબેન પડી ગયાં છે એમને થાપાનું હાડકું ભાંગી ગયુ છે કોઇ કરનાર નથી વસુધાએ પહેલાં સાંભળ્યું ના સાંભળ્યું કર્યું પછી