વસુધા પરાગ માટે ગટુકાકાને ઘરે ગઇ હતી એ યાદ કરી રહી હતી. એણે કહેલું માલિની એટલી સમજદાર અને સંસ્કારી છે કે તમારી ઇજ્જત આબરૂ સાચવી રાખી છે એવું કોઇ પગલું નથી ભર્યું. ધીરજ પૂર્વક રાહ જોઇ રહી છે કે તમે લોકો માની જાવ. “નહીંતર અત્યારે મંદિરમાં જઇને લગ્ન કરી લે શહેરમાં જતા રહે શું કરશો તમે ? આવાં તો કેટલાય દાખલા અત્યારે બની રહ્યાં છે. રૂઢીચૂસ્ત રીત-રીવાજો અને ખોખલી માન્યાતાઓને કારણે આજે કેટલી છોકરીઓ કુંવારી બેઠી છે પરાગનાં ઘરેથી તો કોઇ માંગણી છે ના કોઇ વ્યવહારની અપેક્ષા છે આવું સાસરુ ક્યાં મળવાનું માલિનીને ?” “કાકા, કાકી, વિચાર કરજો મારી હાથ