સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-96

(57)
  • 4.5k
  • 6
  • 2.9k

સોહમે કહ્યું “તારાં ગુરુ માટે... તને બચાવવા માટે વાસંતીનો જીવ લીધો ? તને એનું શરીર આપ્યું આમાં સારુ શું થયું ? ગુરુજીએ કેમ એવું કર્યું ?” સાવીએ કહ્યુ “સોહમ ઘણીવાર આપણને આ પંચતત્વ કે પંચતંત્રની ખબર નથી પડતી પણ એમનાં માટે યોગ્ય હોય છે આપણને સમજાય પછી આપણને પણ યોગ્ય લાગે છે”. “કામવાસનામાં ધૂત થયેલાં ગુરુને સ્ત્રીનું શરીર જોઇતું હતું કોનું છે ફરક નથી પડતો. મારાં માટે ધૃણાં થઇ કારણ મારું શરીર વિધર્મ તાંત્રિકે ચૂંથેલુ આ વાસંતી આત્મહત્યા કરવાજ નીકળી હતી એનાં કોઠાથી ભાગીને અહીં, સ્ક્રીપ્ટ નં. 69માં તારી ઓફીસનાં ભોંયતળીયે કોઇ શેઠ પાસે આવી હતી”. “એ શેઠ નિયમિત ભોગવતો