મેજર અમન ગણપત ગોરખાને બંદીવાન બનાવીને એની પૂછરચ્છ કરી રહેલાં. રાયબહાદુર, સિધ્ધાર્થ અને રાવલાની આવવાની રાહ જોઇ રહેલાં. થોડીવારમાં રાયબહાદુર તથા સિધ્ધાર્થ એમની ટુકડી સાથે ત્યાં આવી પહોચ્યાં. સિધ્ધાર્થે કહ્યુ “મેજર અમન અમને તમારી જીપ અને માણસો દેખાયાં અહીં આવી પહોંચ્યા. “ રાયબહાદુર અને સિધ્ધાર્થ જીપમાંથી ઉતર્યા મેજર અમને રાયબહાદુરને સલામી આપી અને કહ્યું “સર આખરે આ સ્કોપીર્યન આપણે હાથ લાગી ગયો છે.. આ લોબો હજી મોઢું નથી ખોલતો. “ કબીલાનો નવો રાજા રાવલો આવુ છું. કહીને અચાનક ગયો છે એ પુરાવો લઇને આવુ છું કહી ગયો... ત્યાં ઘોડાનાં આવવાનાં અવાજ આવ્યાં બધાં સૈનિકો તથા મેજર-સિધ્ધાર્થ બધાં સતર્ક થઇ ગયાં.