ગીતાબોઘ - 12

  • 1.4k
  • 744

અધ્યાય બારમો મંગળપ્રભાત આજ તો બારમા અધ્‌.નો સાર આપવા ધારું છું. એક ભક્તિયોગ છે. વિવાહપ્રસંગે દંપતીને પાંચ યજ્ઞોમાં આ પણ ેક યજ્ઞરૂપે કંઠ કરી મનન કરવાનું તેઓને કહીએ છીએ. ભક્તિ વિના જ્ઞાન ને કર્મ સૂકાં છે ને બંધનરૂપ નીવડવાનો સંભવ છે એટલે ભક્તિમય થઈને ગીતાનું આ મનન આદરીએ. અર્જુન ભગવાનને પૂછે છે : સાકારને પૂજનારા અને નિરાકારને પૂજનારા ભક્તોમાં વધારે સારા કોણ ? આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન કહે છે : જેઓ મારા સાકાર રૂપનું શ્રદ્ધાપૂર્વક મનન કરે છે, તેમાં લીન થાય છે તે શ્રદ્ધાળુ મારા ભક્ત છે. પણ જેઓ નિરાકાર તત્ત્વને ભજે છે અને તેને ભજવા સારુ જેઓ ઈન્દ્રિયોમાત્રનો