ગીતાબોઘ - 7

  • 1.4k
  • 790

અધ્યાય સાતમો મંગળપ્રભાત ભગવાન બોલ્યા : હે રાજા, મારામાં ચિત્ત પરોવીને અને મારો આશ્રય લઈને કર્મયોગ આચરતો મનુષ્ય નિશ્ચયપૂર્વક મને સંપૂર્ણ રીતે કેમ ઓળખી શકે એ હું તને કહીશ. આ અનુભવવાળું જ્ઞાન હું તને કહીશ તે પછી બીજું કંઈ જાણવાનું બાકી નહીં રહે. હજારોમાંથી કોઈક જ તે મેળવવાનો પ્રયત્ન કરે છે ને પ્રયત્ન કરનારામાંથી કોઈક જ સફળ થાય છે. પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ તથા મન, બુદ્ધિ ને હુંપણું એવી આઠ પ્રકારની એક મારી પ્રકૃતિ છે. તે અપરા પ્રકૃતિ કહેવાય અને બીજી તે પરા પ્રકૃતિ છે. એ જીવનરૂપ છે. આ બે પ્રકૃતિમાંથી એટલે દેહજીવનના સંબંધથી આખું જગત થયું છે.