ગીતાબોઘ - 5

  • 1.9k
  • 1
  • 1k

અધ્યાય પાંચમો અર્જુન કહે છે : તમે જ્ઞાનને અધિક કહો છો એટલે હું સમજું છું કે કર્મ કરવાની જરૂર નથી, સંન્યાસ જ સારો. પણ વળી કર્મની પણ સ્તુતિ કરો છો એટલે યોગ જ સારો એમ લાગે છે. આ બેમાં વધારે સારું શું એ મને નિશ્ચયપૂર્વક કહો તોજ કંઈક શાંતિ વળે. આ સાંભળીને ભગવાન બોલ્યા : સંન્યાસ એટલે જ્ઞાન અને કર્મયોગ એટલે નિષ્કામ કર્મ. એ બંને સારાં છે. પણ જો મારે પસંદગી જ કરવાની હોય તો હું કહું છું કે યોગ, એટલે અનાસક્તિપૂર્વક કર્મ વધારે સારો છે. જે મનુષ્ય નથી કશાનો કે કોઈનો દ્વેષ કરતો, નથી કશી ઈચ્છા રાખતો ને સુખદુઃખ,