અઘરો છે આ પ્રેમ અને અઘરા છે આશિર્વાદ

  • 12.6k
  • 1
  • 4.2k

પુસ્તક પરિચય " અઘરો છે આ પ્રેમ અને અઘરા છે આશિર્વાદ." - સંજીવ શાહ. એઓસિસ પ્રકાશન. આ પુસ્તક નથી તો કોઈ કાલ્પનિક વાર્તા, સત્યકથા, કે સત્યકથા આધારિત વાર્તા. એ ત્રણેય છે; અને છતાં એ બાળશિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષકો માટેની માર્ગદર્શિકા વધારે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું સાહિત્ય જવલ્લે જ જોવા મળે છે. અને આમ હોવા છતાં એ વાચકના મન ઉપર જબરી છાપ છોડી જાય છે.એવું તો શું છે આ પુસ્તકમાં ?આ એક બાળકના માનસિક ઉત્થાનની કથા છે. બાળમાનસની અભ્યાસી, એક વિશિષ્ઠ શિક્ષિકાની યથાર્થ રીતે, યશોગાથા ગાતી સત્યકથા આધારિત આ વાર્તા છે.બાળકોને પ્રેમ આપવો એટલે શું ?બાળકો માટે મા બાપના