ઘરડી માતાની આશા માતા એ માતા છે.પછી એ ગરીબની હોય કે અમીરની.માતા માટે સંતાન સર્વસ્વ હોય છે.સંતાનોના સુખ ખાતર પોતે દુઃખો સહન કરીને સંતાનોનો ઉછેર કરે છે.આવી જ એક માતા ઉંમરના એક પડાવે આવે છે.દીકરાની આશા રાખે છે કે એ એને કોઈક દિવસ મળવા તો આવશે.ઘરડી માતાની આશા પૂરી થશે?વાંચો ટુંકી વાર્તા 'ઘરડી માતાની આશા 'ના...ના..એ જરૂર આવશે.એક મહિના પહેલા એનો કાગળ આવ્યો હતો.એ મને મળવા આવશે.ચોક્કસ આવશે.આ વખતે વાયદો નહીં કરે.દસ વર્ષ થયા એને ગયે.છેલ્લે દસ વર્ષ પહેલા આવ્યો હતો અને કહ્યું હતું કે બા તને એક દિવસ શહેરમાં લઈ જવાનો છું. પણ મને ખબર હતી કે મને શહેરમાં