વસુધાએ ભાનુબહેનનાં કડવાવેણ સામે પોતાની કેફીયત રજૂ કરી દીધી. વારંવાર ભાનુબહેનનાં આવાં અવળા વેણ સાંભળી કંટાળીને કહી દીધુ “હવે આ ઘરમાં પગ નહીં મૂકું નહીં કદી ભારે પડું...” એમ કહીને સીધી ઘરમાંથી બહાર નીકળી ગઇ. સરલાએ કહ્યું “માં તારી જીભ તું કેમ કાબુમાં નથી રાખતી ? વસુધાની સાથે તારે શેનું વેર છે ? હમણાં સુધી કેટલું સારું હતું હવે શું થયું છે ?” એણે વસુધાને બૂમ પાડી કહ્યું “વસુ બેઢમી ખાઇને જા મોં મીઠું કરાવવા તો મેં બનાવી છે.” ગુણવંતભાઇએ પણ કહ્યું “વસુ બેટા થોડું જમીને અન્નનું નામ લીધુ છે દીકરા પાછી વળ....” વસુધાએ ક”પાપા બસ હવે ઘણું થઇ ગયું.