*મને અંધારા આપો* અગાસીમાં પડેલી રબ્બરની લાંબી પાણી પાવાની નળી તડકાના કારણે ખરાબ થઈ ગયેલી અને જ્યાં ત્યાંથી વળ ખાઈ ગયેલી.ઘણા સમય થી વિચારતો હતો કે આને ફેંકી દેવા કરતાં જ્યાં જ્યાં સારી છે ત્યાં કાપીને નાનો પીવીસી પાઇપનો કટકો અડપ્ટર તરીકે નાખીને પાછી કામમાં લાવી શકાય.પણ, આળસ કહે મારું કામ! મુહર્ત જ નહોતું આવતું અને અગાસીમાં ફૂલનાં કુંડા વચ્ચે લોચો થઈને પડેલી આ નળી રોજ ખટકતી હતી.આજે સાંજે એણે મારું સરખું ધ્યાન દોર્યું .અગાસી પર જ સૂર્યાસ્ત થઈ ગયો એટલે હવે તો કંઈ થાય નહિ.વિચાર્યું કે ગમે તે થાય પણ આ નળીનું તો કંઇક કરવું જ. વિચાર્યું-ચાલો, આજે રાત્રે