કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 77

(23)
  • 5.4k
  • 1
  • 4.2k

રસ્તામાં પોલીસ સ્ટેશને જતાં જતાં સમીર વિચારે છે કે, "પરી ખરેખર નસીબદાર છોકરી છે કે આ આકાશ જેવા છોકરાની ચૂંગાલમાંથી બચી ગઈ નહીં તો અત્યારે તે નિર્દોષનું નામ પણ આ કેસમાં આવી ગયું હોત અને બીજું આકાશે તેની સાથે કંઈ અજુગતું નથી કર્યું એટલે તેમાંથી પણ તે આબાદ રીતે બચી ગઈ છે. છોકરીઓ પણ નાદાન હોય છે કોઈપણની સાથે ફ્રેન્ડશીપ કરી બેસે છે અને કોઈને પણ પ્રેમ કરી બેસે છે અને પછીથી ફસાઈ જાય પોતાનું બધું જ લુંટાઈ જાય એટલે રડવા બેસે છે અને તેણે એક ઉંડો નિસાસો નાંખ્યો. તે પોતાના વિચારોમાં મગ્ન હતો અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી