સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-92

(53)
  • 4.2k
  • 4
  • 2.7k

નૈનતારા ડ્રીંક બનાવી પી રહી હતી.. એને રૂમમાં કોઇ ઓળો ફરી રહ્યો હોય એવો એહસાસ થઇ રહેલો એણે સોહમને પૂછ્યું "સોહુ અહીં તું ફરી રહ્યો છે ?” સોહમે કહ્યું “હું જસ્ટ વોશરૂમમાંથી આવ્યો. તને ડ્રીંક લીધાં પછી...” એમ કહી હસ્યો.નૈનતારાએ સોહમનાં ગળામાં એનાં હાથ પરોવી એને કીસ લેવા ગઇ અને ટેબલ પર મુકાયેલો ગ્લાસ નીચે પડ્યો. સોહમે હસીને કહ્યું "નૈન વળગે છે તું અને ઇર્ષ્યા ગ્લાસ કરે છે... કેવું.. કહેવાય ? ત્યાં તો કોઇ છે નહીં ગ્લાસ કેવી રીતે પડ્યો ?”નૈનતારાએ નશામાં કહ્યું "તું આ પેગ પીવાનું ચાલું કર તો ગ્લાસ નહીં પડે... હું તો સીધી બોટલ હોઠે લગાડું છું