દરિયા નું મીઠું પાણી - 7 - પુત્રવધૂ

  • 2.4k
  • 1.3k

(સાચી ઘટના - નામ બદલાયેલા છે)" બાપુ, પ્રણામ.."પચીસ વર્ષના પુત્ર હમીરસિંહે પિતાનાં ચરણોમાં મસ્તક નમાવ્યું. સાથે ઉભેલી એની નવોઢા નું પાનેતર ઢાંકેલું માથું પણ આશીર્વાદની આશામાં ઝૂકી ગયું.રૂદ્રપ્રતાપસિંહ ની આંખો માં અગ્નિજવાળા જેવી રતાશ પ્રગટી...‘તો તેં મારી ઉપરવટ જઈને આની સાથે નાતરું કરી જ નાખ્યું, એમ ને?’‘નાતરું નહીં, લગ્ન કર્યું છે, બાપુ! આર્યસમાજ ની વિધિ પ્રમાણે મેં હલકબાઈ નો હાથ ઝાલ્યો છે.’‘તો હવે ચૂપચાપ એનો હાથ ઝાલીને ડહેલીની બહાર નીકળી જા. એક ક્ષણ ની પણ વાર લગાડી છે, તો બેયને ભડાકે દઇશ.’‘બાપુ!!’‘ખબરદાર....જૉ આજ પછી કયારેય મને બાપ કહીને બોલાવ્યો છે તો! મને બાપુ કહેનારા બીજા છ દીકરાઓ છે મારા ઘરમાં.