દરિયા નું મીઠું પાણી - 6 - પોતાનું ઘર

  • 3.1k
  • 1.6k

દેવુ... મારે ઘરે આવવું છે ..મારી પત્ની ડિમ્પલનો રડતા અવાજે ત્રણ મહિના પછી મોબાઈલ આવ્યો.મેં કીધું અરે ગાંડી તારું જ ઘર છે પૂછવાનું હોય ? જ્યારે આવવું હોય ત્યારે આવીજા..હા તું મને જણાવીશ કે ક્યારે તું આવી રહી છે તો એ દિવસે હું તને લેવા પણ આવીશ.માફ કર દેવુ મેં તને ઓળખવામાં ભૂલ કરી છે..ડિમ્પલ હજુ મોડું નથી થયું... હું જે પણ કરી રહ્યો હતો એ તારા મારા અને આપણા આવનાર બાળકના ભવિષ્ય માટે કરી રહ્યો હતો..જિંદગીમાં સ્વમાનથી જીવવું હોય તો આપણી ઘણી ઈચ્છાઓ અને સ્વપ્નાંને દફનાવવા પડે છે.ચલ હવે એ બધી વાત છોડી તારો પ્રોગ્રામ મને જણાવજે..કહી મેં મોબાઈલ