શ્વેત, અશ્વેત - ૪૫

  • 1.5k
  • 708

‘શું? સામર્થ્ય હતો એ?’  ‘હા. અને હવે અમે એને પકડી લીધો છે. વિચાર્યું જ ન હતું કે સામર્થ્ય પણ ઈન્વોલ્વ્ડ હશે.’ ‘મને પણ નથી લાગતું. શું થયું હતું?’ ‘એ જ્યોતિકાને પાછળથી અટેક કરતો હતો. અને પકડાઈ ગયો. જ્યોતિકાએ એના ઘૂંટણ પર ચપ્પુ માર્યું, અને તે ઘાયલ થઈ ગયો. અત્યારે તો અમે હોસ્પિટલમાં જઈએ છીએ. પછી વાત કરું.’ કહી કૌસરએ ફોન મૂકી દીધો.  કૌસર અન્ય પોલીસ સાથે હોસ્પિટલમાં પોહંચ્યા ત્યારે ટૂંક સમય પહેલાજ સામર્થ્યને હોશ આવ્યો હતો. જ્યોતિકાની કંપારી છૂટી ગઈ હતી. તે હજુ થર-થર ધ્રુજી રહી હતી. વિશ્વકર્મા તેનો હાથ પકડી હોસ્પિટલના વેટિંગ લાઉંજમાં બેસ્યા હતા. રાતનો એક વાગ્યો હતો.