પ્રણય પરિણય - ભાગ 44

(29)
  • 4.7k
  • 1
  • 3k

પ્રણય પરિણય ભાગ ૪૪મોડો ઉંઘ્યો હોવા છતા હંમેશની જેમ વિવાન વહેલો જાગી ગયો. તેને સવારમાં જીમમાં વર્કઆઉટ કરવાની ટેવ હતી. તેણે એક બગાસું ખાધું. કોઈએ તેના શરીરને જકડી રાખ્યુ હોય તેવું લાગી રહ્યું હતું. તેણે આંખો ખોલીને સરખુ જોયું તો તેના બાવડાં પર માથું મૂકીને ગઝલ મસ્ત તેને વળગીને સૂતી હતી. ગઝલના તેને આવી રીતે લપેટાઈને સૂવાથી તે ખૂબ ખુશ થયો. આંખો ખૂલતા જ ગઝલનો સુંદર ચહેરો જોવા મળ્યો એમા તેની સવાર સુધરી ગઈ.'વ્હોટ અ બ્યૂટીફૂલ મોર્નિંગ!' વિવાન ગઝલ સામે જોઈને મનમાં બોલ્યો. તેની હલચલથી ગઝલની નીંદર પણ ખૂલી ગઈ. એ જાગી ગઈ છે એની ખબર પડતાં જ વિવાને આંખ