રાઈનો પર્વત - પુસ્તક સમીક્ષા

  • 33.5k
  • 3
  • 12.5k

પુસ્તકનું નામ:- રાઈનો પર્વત સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'રાઈનો પર્વત', 'ભદ્રંભદ્ર' જેવી ખ્યાતનામ કૃતિઓના લેખક રમણભાઈ નીલકંઠનો જન્મ ૧૩ માર્ચ ૧૮૬૮ના રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. તેઓ એકાધિક સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ, ઉપપ્રમુખ તથા ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ‘ભદ્રંભદ્ર', ‘શોધમાં’ જેવી નવલકથાઓ; ‘રાઈનો પર્વત’ નાટક; ‘હાસ્યમંદિર’ હળવા નિબંધો; ‘કવિતા અને સાહિત્ય’-૧, ‘કવિતા અને સાહિત્ય’-૨, ‘કવિતા અને સાહિત્ય’-૩, ‘વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના’ જેવા ગ્રંથોના વિવેચન - વ્યાખ્યાનો અને ભાષાવિચારણા; ‘કવિતા અને સાહિત્ય’-૪ ની કવિતા - વાર્તાપ્રવૃત્તિ; ‘ધર્મ અને સમાજ’-૧ ‘ધર્મ અને સમાજ-૨' ધર્મ અને સમાજ વિષેની