બાળકોને વેકેશન માણવા દ્યો

  • 2.8k
  • 1
  • 982

  બાળકોને વેકેશન માણવા દ્યો વેકેશન પડે ને મમ્મીઓને શૂરાતન ચડે છે. પોતે ભલે કલાકો કીટીપાર્ટી, બ્યૂટીપાર્લર કે મોબાઇલમાં સમય બગાડતી હોય પણ બાળકોની એક મિનિટ પણ ન વેડફાવી જોઈએ. વેકેશન પડતા જ વ્હોટસએપ પર મેસેજોનો મારો ચાલી થઈ જાય છે. એક મેસેજ આવે કે અમે અમારી સ્વીટીને ડાન્સકલાસમાં દાખલ કરી છે તો બાકીની મમ્મીઓને લાગશે કે અમે મોડા પાડ્યા ને તરત  પૂછપરછ ચાલુ થઈ જાય.      માતાપિતાની આ અનુકરણ અને ઘેલછાને કારણે વેકેશનનો આખો હેતું માર્યો જાય છે. બાળ વિશેષજ્ઞ અને  બાળ મનોવૈજ્ઞાનિકના મતે વેકેશન એ માણવા માટે હોય છે. એ સમય દરમિયાન બાળક પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકે છે.