શમણાંની શોધમાં - પ્રકરણ 23

(69)
  • 3k
  • 1
  • 1.9k

          શ્યામ કશું વિચારવા માંગતો નહોતો. લેબ્રા કરતાં પણ એને પ્રીતુ વિશે વિચારવું ભયાવહ લાગ્યું. લેબ્રા... લેબ્રા... પ્રીતુ ઘણીવાર એને એના ડોગી વિશે વાત કરતી. એ કહેતી એને ડોગ બહુ ગમે છે. એને ત્યારે ખબર નહોતી કે ડોગ તો માત્ર વાતો કરવાનું બહાનું હતું. એને શ્યામ પણ કદાચ ગમતો હતો. શ્યામને હજુ ન સમજાયુ કે પ્રીતુને ખબર હતી કે એ અર્ચનાને પ્રેમ કરે છે છતાં એ એની પાછળ કેમ પડી હતી. એણે વિચારોને પાછા લેબ્રા તરફ વાળવાની કોશિશ કરી. ઘણા એવા સવાલો હોય છે કે તમને એના જવાબો નથી મળતા. પછી ભલેને એ સવાલો તમારી જીંદગી