આજની સવારમાં થોડી અલગ રોશની હતી. આંખ સામે જાણે બારી પાસે અધિક આવીને ઉભો હતો. " મને બર્થ-ડે વિશ નહીં કરે ? આ વખતે હું પણ એક ગિફ્ટ માંગીશ. તારે મને એ ગીફ્ટ ફરજિયાત પણે આપવું પડશે. " અધિકે પોતાનાં સફેદ શર્ટનો કોલર સરખો કરતાં આંશીને કહ્યું. " મેં રાત્રે બાર વાગ્યે તને હેપ્પી બર્થડે કહ્યું હતું. આ વખતે થોડી અલગ પ્રકારથી જન્મદિવસની ઉજવણી કરીએ. આ વખતે તું મને એક ગીફ્ટ આપજે, મારા જન્મદિવસ પર હું તને એક ભેંટ આપીશ. " આંશીએ થોડાં ઉદાસ અવાજે પોતાનો હાથ આગળ કરીને અધિક પાસે માંગણી કરતાં કહ્યું. " બહુ ચાલાક છોકરી છે, અભિમન્યુની