શીર્ષક : ગ્લોબલ કુલીંગ ©લેખક : કમલેશ જોષીમે મહિનાના પહેલા વિકમાં એક સાંજે સાવ અચાનક જ વરસાદ શરૂ થયો. ત્રણ જ મિનિટમાં વોકિંગ પાથ અને બગીચા ફરતે બેન્ચીઝ પર બેસી અલક મલકની વાતો કરતા લોકો વિખેરાઈ ગયા. કોઈ નજીકના ઝાડની નીચે તો કોઈ બસ સ્ટોપના છાપરા નીચે, કોઈ સામેના શોપિંગ મોલની લોબીમાં તો કોઈ પોતાની કારમાં ગોઠવાઈ ગયું. વરસાદ વધતો ગયો. શોપિંગ મોલની લોબીમાં નજીક નજીક ઉભેલા ત્રણ-ચાર અપરિચિતો વચ્ચે સંવાદ શરૂ થયો. એકે કહ્યું: વરસાદે એકેય મહિનો કોરો નથી રાખ્યો.બીજો: ક્લાઈમેટ જ ડિસ્ટર્બ થઈ ગયું છે. ત્રીજાએ કહ્યું: ‘ગ્લોબલ વોર્મિંગ’ની અસર. મારા કાન ચમક્યા. નિશાળમાં આઠમું નવમું ભણતા ત્યારે